1
ઉમેદવારોએ www.rmc.gov.in વેબસાઈટ પર ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે ત્યારબાદ ઓનલાઈન અરજીની પ્રિન્ટ સાથે અરજી ફોર્મમાં દર્શાવેલ જરૂરી ડોક્યુમેન્ટ્સની સ્વપ્રમાણિત નકલ જોડીને આસી.મેનેજરશ્રી, મહેકમ શાખા, રૂમ નં.૧, બીજો માળ, રાજકોટ મહાનગરપાલિકા, ઢેબરભાઈ રોડ, રાજકોટ-૩૬૦૦૦૧ નાં સરનામે રૂબરૂ તા.16-09-2023 સુધીમાં કચેરી કામકાજ દિવસ અને સમય મુજબ (સવારે ૧૦.૩૦ થી સાંજે ૦૬.૧૦) રજુ કરવાના રહેશે.
2
ઓનલાઈન અરજી કર્યા બાદ ઉપર જણાવેલ વિગતે નિયત સમયમર્યાદામાં ડોકયુમેન્ટ જમા/રજુ ન કરનાર ઉમેદવારોને આગળની પ્રક્રિયા માટે ગેરલાયક ગણવામાં આવશે.
3
સંબધિત ટ્રેડમાં ફક્ત આઈ.ટી.આઈ પાસ ઉમેદવારોએ જ અરજી કરવાની રહેશે. અગાઉ કોઈપણ ટ્રેડમાં રાજકોટ મહાનગરપાલિકા કે અન્ય સંસ્થા ખાતેથી એપ્રેન્ટીસશીપ પૂર્ણ કરેલ હોય તેવા ઉમેદવારોએ અરજી કરવી નહિ. જો આવા કોઈ ઉમેદવાર માલુમ પડશે તો તેઓ એપ્રેન્ટીસશીપ માટે ગેરલાયક ઠરશે.
4
પસંદગી પામેલ એપ્રેન્ટીસોને સરકારશ્રી દ્વારા નિયત થયેલ રકમ માસિક સ્ટાઇપેન્ડ પેટે ચુકવવામાં આવશે.