રાજકોટ મહાનગરપાલીકા દ્રારા શહેરના નાગરિકોની મહાનગરપાલીકાની સેવા અંગેની ફરિયાદ નોંધણી માટે ૨૪×૭ કોલ સેન્ટર ચાલુ કરવામાં આવેલ છે. કોલ સેન્ટર પર પાણી પુરવઠ્ઠા, ભુગર્ભ ગટર, સ્ટ્રીટ લાઈટ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, આરોગ્ય, ટેક્ષ, ટાઉન પ્લાનીંગ સહિતની દરેક પ્રકારની ફરિયાદોને આવરી લેવામાંઆવેલ છે. લોકોને મહત્તમ ફાયદો થાય તેમજ સુખાકારી જળવાય રહે તે માટે આ સેવા વર્ષના તમામ દિવસોમાં રાત – દિવસ એટલેકે ચોવીસ કલાક ચાલુ રાખવામાં આવે છે.
આ સેવા સંપુર્ણ પણે એસ.એમ.એસ. આધારીત છે. હાલ અરજદારે ફરિયાદ કોલ સેન્ટર પર લખાવવા માટે ૨૪૫૦૦૭૭ પર ફોન કરી ફરીયાદ એન્ટર કરવાની થાય છે. આ રીતે ફરીયાદ દાખલ કરતા દોઢ થી બે મિનિટ થાય છે. કોલ સેન્ટર પર નોન્ધવામાં આવતી 60-70% રોશનીની હોય છે.
રાજકોટ મહાનગર પાલિકા દ્વારા એસએમએસ આધારિત સોફ્ટ્વેર વિકસાવવામાં આવેલ છે જેના દ્વારા એસએમએસ મારફતે નાગરિકો રોશનીની ફરીયાદ નોંધાવી શકશે. આ માટે મોબાઇલ પર નીચેની વિગતે એસએમએસ ટાઇપ કરી
light<space><wardno/poleno>
કોલ સેન્ટરના એસએમએસ ગેટ વે નંબર ૯૯૦૪૪૧૨૯૭૧ પર મોકલવાનો રહેશે.
wardno/poleno દરેક સ્ટ્રીટ લાઇટનાં થાંભલા પર લખેલ હોય છે.
દા.ત. light 17/225
કોલ સેન્ટરના એસએમએસ ગેટ વે પર એસએમએસ આવતાની સાથે સોફ્ટવેર દ્વારા કોમ્પ્યુટરમાં આપોઆપ દાખલ થઇ તરત જવાબદાર અધિકારીને આ ફરિયાદ તેના મોબાઈલ પર એસ.એમ.એસ. દ્વારા ટ્રાન્સફર થઈ જાય છે. તેમજ ફરીયાદ કરનારના મોબાઇલ પર ફરીયાદ નંબર એસએમએસ દ્વારા જણાવવામાં આવશે. આ ઉપરાંત અધિકારીએ એસ.એમ.એસ. મારફતેજ ફરિયાદ સોલ્વ થયાની જાણ કરવાની રહે છે. આમ આ સમગ્ર પ્રક્રીયા ઓટોમેટીક રીતે થાય તે પ્રકારની વ્યવસ્થા સોફ્ટવેરમાં કરવામાં આવેલ છે.
|